નેશનલ હાઈવે 8 પર ખેડા નડીયાદ વચ્ચે રઘવાણજ ચોકડી નજીક શંકરાચાર્ય નગર આવેલ છે.આ શિવાલયની વિશેષતાએ છે કે 12 જયોતીલીંગ,ગણેશજી,હનુમાનજી અને શંકરાચર્ય ગુફા,માનસરોવર જેવા પવીત્ર સ્થળોનુ સમુહ આવેલ છે. પવિત્ર શ્રાવણ માસમાં દરરોજ ફુલમંડળી ભરવામાં આવે છે.શ્રાવણ માસમાં અનેક આયોજન પણ થાય છે.પવિત્ર શ્રાવણ માસના સોમવાર તેમજ શ્રાવણ વદ અમાસના દીવસ મંદીરમાં શ્રાધ્ધાળુઓની ભારે ભીડ જોવા મળે છે. શ્રાવણ માસમાં અહી અનેક આયોજનો થતા હોય છે.   

ચંદ્વમોલેશ્વર મહાદેવ,શંકરાચાર્ય નગર ખાતે આવેલ મહાદેવ દ્રારકા શારદાપીઠાઘર્ર એવમ જયોતીદીવ્ય પીઠાઘર્ર અંનત વિભુષીત જગતગુરુ શંકરાચાર્ય સ્વામી અંન્ગર્ત અહી આશ્રા્રમ આવેલ છે. આ શિવાલયએ એક સનાતન ઘર્મનુ એક પ્રતીક છે. મંદીરમાં અન્નક્ષેત્ર, ગૌશાળા તેમજ આયુવેદીક દવાખાનુ પણ ચાલે છે. ભદ્કાળી માતા અને મા બગ્લામુખી માતાનુ પણ મંદિર આવેલ છે. શ્રાવણ માસ એટલે તહેવારોનો મહીના ગણાય છે.દરેક હિન્દુ શ્રાધ્ધાળુને માટે શ્રાવણ માસનુ મહત્વ કંઈક અલગ જ હોય છે.નેશનલ હાઈવે પર આવેલ આ શિવાલયની એક વિશેષતા એ છે કે મુખ્ય શિવાલયની ફરતે બાર જયોતીલીંગ,સહીત ગણેશ અને હનુમાજી કુષ્ણ મંદીર ચારે બાજુ જોવા મળે છે.ભદ્કાળી માતાજી,ત્રિપુરા સુંદરી અને ગણેશજીના મંદિર પણ છે. ખેડા, માતર વસો સહીત જીલ્લામાં શંકરાચાર્ય ખાતેના શિવાલયનુ મહત્વ અલગ છે.શ્રાધ્ધાળુઓ શ્રાવણ માસમાં સવારે કે સાંજે પગપાળા કે અન્ય કોઈ વ્યવસ્થા થકી ભગવાન ભોલેનાથના શિવાલયે પહોચીને દર્શનનો લાભ લઈને ઘન્યતા અનુભવે છે. શંકરાચાર્ય નગર ખાતે દર વરસે શ્રાવણ માસના સોમવારે શ્રાધ્ધાળુઓની ભારે ભીડ જામતી હોય છે. કેટલાક શ્રાધ્ધાળુઓ શ્રાવણ માસમાં દરરોજ પગપાળા જઈને શિવાલયમાં પહોચીને ભગવાન ભોલેનાથના દર્શનનો લાભ લેતા હોય છે. શિવાલયનુ પંથકમાં અનુરૂ મહત્વ છે. 12 જયોતીલીંગ અને હાઈવે પરના કુદરતી વાતાવરણને લઈને શ્રાધ્ધાળુઓને કૈલાસ માનસરોવરની યાત્રા જેવુ લાગતુ હોય છે. નેશનલ હાઈવે પર શિવાલય આવેલ હોઈ પસાર થતાં શ્રાધ્ધાળુઓ શીવાલય તરફ નમન કરીને ભગવાન ભોલેનાથના દર્શન કરીને આગળ વઘતા હોય છે.