ખેડા જિલ્લામાં ગણેશ ચતુર્થીના દિવસે 500 ઉપરાંત સ્થળોએ ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરીને શ્રધ્ધાપૂર્વક ગણેશોત્સવ આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવાઇ રહ્યો છે. ગુરૂવારે મોટાભાગના પંડાલમાં બિરાજમાન ગણપતિદાદાને અન્નકૂટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શુક્રવારે અનંત ચૌદશના દિવસે 10 દિવસના આતિથ્ય માણ્યા બાદ દુંદાળાદેવની પ્રતિમાને આસ્થાભેર વાજતે ગાજતે વિદાય આપવામાં આવશે.અગલે બરસ તું જલ્દી આના , ગણપતિ બાપ્પાના મોરિયાના નાદ અને ઢોલ ,નગરા, ડી.જે .ના તાલ સાથે અબીલ ગુલાલની છોળ ઉડાડીને ગણપતિદાદાની મૂર્તિની વિસર્જન યાત્રા નીકળશે . જિલ્લામાં કેનાલ, નદી અને તળાવમાં મૂર્તિનું શ્રધ્ધાપૂર્વક વિસર્જન કરવામાં આવશે.નડિયાદમાં વિસર્જન સ્થળે ફાયરબ્રિગેડ ની ટીમ તથા અન્ય સ્થળોએ સ્થાનિક તરવૈયા તેમજ સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. ભકતજનો વિધ્નહર્તા દેવ ગણેશજીની મૂર્તિને ભાવસભર વિસર્જન આપવા માટેની તૈયારીઓ કરી દેવામાં આવી છે. નડિયાદ સહિત જિલ્લામાં તા. 14 મીનારોજ નારોજ 500 ઉપરાંત વિવિધ યુવક મંડળો દ્વારા સાર્વજનિક સ્થળો તેમજ સોસાયટી , મહોલ્લા, પોળો અને ઘરોમાં પણ ગણપતિદાદાની સ્થાપના કરીને ઉત્સવ ઉજવાઇ રહ્યો છે. નિત્ય સવાર સાંજ ગણેશજીની પૂજા અર્ચના તથા આરતી અને ભજન કિર્તન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. અનંત ચૌદશ પૂર્વે ગુરૂવારે આયોજકો દ્વારા ગણપતિદાદાને અન્નકૂટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દર્શનનો લાભ લઇને ભકતોએ ધન્યતા અનુભવી હતી.તા.25 સપ્ટેમ્બર નારોજ શુક્રવારે અનંત ચૌદશ દિવસે સાર્વજનિક મંડળોના આયોજકો દ્વારા શુભ મુર્હુતમાં ગણપતિદાદાની મૂર્તિની વાજતે ગાજતે વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ઢોલ નગારા , ડી.જેના સથવારે બપોર પછી શ્રીજીની વિદાય યાત્રા નીકળશે. આયાત્રામાં અબીલ ગુલાલની છોળ ઉડાવવા સાથે નાચગાન કરીને ભકતો આસ્થાભેર ભાલચંદ્રદેવને વિદાય આપશે. કેનાલ , નદી અને તળાવમાં મૂર્તિનું વિસર્જન કરાશે.વિસર્જન સ્થળોએ ભકતો ઉમટશે. વિસર્જન સ્થળે કોઇ અનિચ્છનિય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સ્થાનિક પોલીસ ખડેપગે તૈનાત રહેશે . આ ઉપરાંત મોટાભાગે ઘરો, એપાર્ટમેન્ટ, સોસાયટીમાં પ્રસ્થાપિત કરેલ ઇકોફ્રેન્ડલી ગણપતિદાદાની મૂર્તિનું પોતાના વિસ્તારમાં બનાવેલા હોજ શ્રધ્ધાપૂર્વક વિસર્જન કરશે તેવું આયોજન કરાયું છે. શહેરના હેલીપેડ ખાતે કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યું છે. આ તળાવમાં શુદ્ધ પાણી ભરવામાં આવ્યું છે. નડિયાદમાં વિસર્જનયાત્રાના રૂટ ઉપર ભારે વાહનોની અવરજવર માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો