ખેડા જિલ્લામાં દિવાળીના તહેવારોની રોનક વચ્ચે રાજકીય પક્ષો અને ગ્રામીણ રાજકારણમાં હવે દેવ દિવાળી પછી ચૂંટણીના ગરમાવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ખેડા જિલ્લાની 11 તાલુકાની 422 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓનું બ્યૂગલ ટૂંક સમયમાં ફૂંકાવું નક્કી બન્યું છે. પક્ષના સત્તાવાર મેન્ડેટ વિના લડાતી આ સ્થાનિક સ્વરાજયની ચૂંટણી લડાઇમાં રાજકીય પક્ષો કરતા વ્યકિતગત વર્ચસ્વ , કુંટુંબ અને સામાજિક, જ્ઞાતિ સમીકરણો નિર્ણાયક સાબિત થતાં હોય છે. આ ગ્રામ પંચાયતોમાં અંદાજે 9 લાખ ઉપરાંત મતદારો છે. જેમાં પ લાખ થી વધુ પુરૂષ અને 4 લાખ ઉપરાંત સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. આ ચૂંટણી લડનારા ઇચ્છુકોએ તૈયારીઓ આરંભી દીધી છે. તેમજ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પણ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ખેડા જિલ્લાની 432 ગ્રામ પંચાયતોમાં ગત ડિસેમ્બર 2021માં યોજાઇ હતી. આ વખતે આ ગ્રામ પંચાયતો પૈકી 10 ગ્રામ પંચાયતો નડિયાદ મહાનગરપાલિકામા સમાવિષ્ટ થઇ ગઇ છે. જેથી હવે 422 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજનાર છે. આ ચૂંટણી લડવા ઇચ્છુકો ગ્રામ પંચાયતોના જાહેર કાર્યક્રમો તેમજ ગણેશ મહોત્સવ ,નવરાત્રી , માંડવી સહિત ધાર્મિક , સામાજિક પ્રસંગોમાં હાજરી આપીને પોતાનો અંદરખાને પ્રચાર શરૂ કરી દીધો છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી કોઇપણ રાષ્ટ્રીય કે પ્રાદેશિક રાજકીય પક્ષનું સત્તાવાર પ્રતિક તે મેન્ડેટ હોતું નથી. ઉમેદવારની પોતાની વ્યકિતગત છબી , સામાજિત પ્રતિષ્ઠા , ગામમાં કરેલા સેવાકીય કાર્યો અને જ્ઞાતિગત સમીકરણો જ જીત -હાર નક્કી કરે છે પરિણામે રાજકીય પક્ષો તેમજ સાંસદ , ધારાસભ્ય , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોના સભ્યો ભલે અંદરખાને પોચાના સમર્થકોને જીતાડવા માટે એડી ચોટીનું જોર લગાવતા હોય , પરંતુ મેદાન પર સીધી લડાઇ બે કે તેથી વધુ સ્થાનિક અગ્રણીઓ વચ્ચે જામતી હોય છે. જિલ્લાની 422 ગ્રામ પંચાયતોના સરપંચ અને અંદાજે 3830 વોર્ડના સભ્યોની જાન્યુઆરીમાં મુદ્દત પૂર્ણ થતી હોવાથી ડિસેમ્બરના અંત સુધીમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકાશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. જિલ્લામાં સૌથી વધુ કપડવંજ તાલુકાના 93 ગ્રામ પંચાયત અને સૌથી ઓછી નવરચિત ફાગવેલ તાલુકાના 14 ગ્રામ પંચાયતો છે. ગ્રામ પંચાયાતોમાં અંદાજે 9 લાખ મતદારો છે જેમાં 5 પુરૂષ અને 4 મતદારોનો સમાવેશ થાય છે. જયારે ગત ચૂંટણીમાં 432 ગ્રામ પંચાયાતો પૈકી નડિયાદ તાલુકાના કુલ 49 ગ્રામ પંચાયાતો માંથી 10 ગ્રામ પંચાયાતોનો નડિયાદ મહાનગરપાલિકામા સમાવિષ્ટ થઇ ગયો છે. જેથી નડિયાદ તાલુકાની 39 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીને લઇને ગ્રામ પંચાયતોમાં રાજકીય ગરમાવો શરૂ થઇ ગયો છે. ગ્રામ પંચાયતોમાં પાણી, વીજળી અને રસ્તા જેવા પાયાના પ્રશ્નોના મુદ્દા તેમજ જ્ઞાતિગત સરપંચોની પસંદગી કરતા હોય છે. આગામી દિવસોમાં ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર ચૂંટણીની જાહેરાત કરતાની સાથેજ જિલ્લાનું ગ્રામિણ રાજકારણ વધુ ગરમાશે તે નક્કી છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગે પૂરજોશમાં તૈયારીઓ આરંભી દીધી છે. 422 ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતદારયાદી થી માંડીને વિવિધ ચૂંટણીલક્ષી કામગીરીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. આ ચૂંટણીના મતદારો , વોર્ડની સ્થિતિની કામગીરી ચાલી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો