દુધિયા : લીમખેડા તાલુકાના સી.આર.સી. ઢઢેલા ખાતે પ્રગતિનો પ્રવેશોત્સવ અંતર્ગત ઢઢેલા, કાચલાં ફ્. ઢઢેલા તથા સાર્વજનિક હાઈસ્કૂલની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. જેમાં મુખ્ય અધિકારી તરીકે અમિતભાઇ સંગાડા (ફ્ૂડ એન્ડ સિવિલ સપ્લાય વિભાગ, ગાંધીનગર) ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બાળવાટિકા, ધોરણ-1 અને ધોરણ-9માં નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપી આવકારાયા હતા. વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું તેમજ ધોરણ 3 થી 8માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કારો આપી સન્માનિત કરાયા હતાં, સાથે શાળામાં ઉત્કૃષ્ટ સિધ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરાયા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓએ શાળાના કોમ્પ્યુટર રૂમ, વિજ્ઞાન ખંડ સહિત વિવિધ શૈક્ષણિક સુવિધાઓની મુલાકાત લીધી અને કામગીરી અંગે માહિતી મેળવી જરૂરી સૂચના ઓ આપી હતી. વિદ્યાર્થી ને નિયમિત શાળામાં આવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં લાઈઝન અધિકારી કિરણભાઈ બારિયા, રિપોર્ટિંગ અધિકારી હિમાંશુ પટેલ, શાળાના આચાર્ય નરેન્દ્ર પંચાલ, હાઈસ્કૂલના આચાર્ય સી.બી. પટેલ, સરપંચ,SMCના સભ્યો, શિક્ષકો, વાલીઓ, આરોગ્ય વિભાગ ના અધિકારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: