ખેડા જિલ્લામાં ચારેક દિવસથી વરસાદી માહોલ જોવા મળેલ છે.જેને લઈને અનેક રસ્તાઓને નુકશાન થવા પામેલ છે.જોકે રવિવારે વાદળછાયા વાતવારણમાં મેધરાજાનો બપોર સુઘી વિરામ જોવા મળેલ છે.જીલ્લાભરમાં રવિવારે માર્ગ અને મકાન વિભાગ (રાજય) ના કુલ 5 રસ્તાઓ બંધ હોવાની સતાવાર માહીતી મળી છે.જે આગામી દિવસોમાં મરામત બાદ વપરાશ માટે ખુલ્લા મુકાશે.બંધ રસ્તાને લઈને અનેક ગામના નાગરીકોને વૈકલ્પીક રસ્તાઓનો ઉપયોગ કરી રહયા છે.   

પ્રાપ્ત માહીતી મુજબ માર્ગ અને મકાન વિભાગના હેઠળના ખેડા બારેજા રોડ પર પાણીને લઈને ચલીન્દ્વા, કલોલી, નવાગામ, નાયકા,શેત્રા,અને ચિત્રાસરના ગામોને અસર પહોચી છે.આ માર્ગ બંધ હોવાને લઈને સ્થાનીકોએ વૈકલ્પીક રસ્તાઓનો વપરાશ કરી રહયા છે.(2) વસો તાલુકાના રામોલ વસો,છઠ્ઠા માઈલ રસતો બંધ હોવાને પગલે વસો થી ગંગાપુર,રામોલથી ચાંગા,વલેટવાથી આણંદ,વસોથી છઠ્ઠા માઈલ નેશનલ હાઈવે તરફનો રસ્તો બંધ (3) પીજ મિત્રાલ બામરોલી રસતો બંધ હોઈ મિત્રાલ,બામરોલી પીજ થી નેશનલ હાઈવે,પીજ થી ગંગાપુર,રામોલ વસો તરફ રસતો બંધ (4) વસો પીજ નડિયાદ રોડ બંધ હોઈ પલાણાથી છઠ્ઠામાઈલ નડિયાદ હાઈવે તરફનો રસ્તો બંધ (5) દેથલી માલાવાડા શેખુપુર રસતો બંધ હોઈ માલાવાડા,દેથલી અને ઘરમપુર ગામોને અસર થઈ છે.જેમા દેથલીથી ખાંધલી,ખાંધલીથી અલીન્દ્વા,અલીન્દ્વાથી ખેડા અને ખેડાથી દેથલીના રસ્તાને અસર થવા પામી છે.બંધ રહેલ તમામ રસતાઓ સંભિવત 30 જુલાઈની આસપાસ ચાલુ થઈ થવાની શકયતાઓ રહેલી છે.જીલ્લામાં પડેલ ભારે વરસાદને પગલે રસ્તાઓને ઠેરઠેર નુકશાન થયુ છે.પંચાયત હસતકના રસ્તાઓને પણ નુકશાન થયુ છે.ભરાયેલા પાણી વાળા રસ્તાઓ પર અવરજવર ન કરવા,જોખમી મુસાફરી ટાળવા માટે વાહન ચાલકોને તંત્ર દ્વારા અપીલ કરાઈ છે.પાણી ઓસાર્યા બાદ માર્ગોનુ સત્વરે સમારકામ હાથ ધરીને પૂવર્વત કરવામાં આવનાર હોવાનુ જાણવા મળેલ છે.