રાજયમાં પ્રાથમિક શાળાઓમાં ધો. 1 થી 5 માટે ચાલી રહેલી વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઇ હતી. ખેડા જિલ્લા સહિત સમગ્ર રાજયના 150 ઉપરાંત ઉમેદવારોએ પછાત વર્ગ માટે નક્કી કરાયેલા 27 ટકા અનામતના નિયમોનું પાલન થતું નથી અને ગાંધીનગર શિક્ષણ મંત્રી અને પ્રાથમિક શિક્ષણ નિયામકને આવેદન પત્ર આપીને 27 ટકા અનામતનો લાભ મળે તેવી રજૂઆત કરવામા આવી હતી. ખેડા જિલ્લાના જગદેવ સોઢા , અજિતસિંહ સોઢા સહિત રાજયના 150 ઉપરાંત ઓબીસી ઉમેદવારોએ ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી અને પ્રાથમિક શિક્ષણ નિયામકને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, રાજયની પ્રાથમિક શાળાઓમાં ધો 1 થી 5 માટે થતી વિદ્યાસહાયક ભરતીની પ્રક્રિયામાં અન્ય પછાત વર્ગ(ઓબીસી) માટે અનામત હકો માગ સાથે રજૂઆત કરી હતી. સરકારી નિયમ હોવા છતાં ભરતી પ્રક્રિયામાં 27 ટકા અનામતનો સંપૂર્ણ અને પારદર્શક અમલ કેમ કરવામાં આવતો નથી.જેનાકારણે ઓબીસી વર્ગના ઉમેદવારો યોગ્ય પ્રતિનિધિત્વ થી વંચિત રહે છે.ટેટ -1 પાસ કરેલા ઓબીસી વર્ગના હજારો ઉમેદવારો લાયકાત ધરાવતા હોવા છતાં ભરતીનો લાભ થી વંચિત રહી જાય છે. વિદ્યાસહાયક ભરતીમાં ઓબીસી કેટેગરી માટે 27 ટકા અનામતનું કડક પાલન કરવામાં આવે તે માટે માગ કરવામાં આવી છે અને તે અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન સૂચના આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: