ગળતેશ્વર તાલુકાના સેવાલિયા ખાતે ગુજરાત પ્રદેશ સરપંચ સંગઠનની પ્રદેશ કક્ષાની ટીમ દ્વારા ગળતેશ્વર તાલુકાના સરપંચો સાથે શુભેચ્છા મુલાકાત તેમજ મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ સરપંચ સંગઠનના પ્રદેશ પ્રમુખ અરવિંદભાઈ ગોહિલ, ઉપપ્રમુખ રામસિંહ ચાવડા, મહામંત્રી ડી. કે. ઠાકોર, પ્રદેશ સહમંત્રી તેહસીના મલેક તથા ગળતેશ્વર તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ ગણપતસિંહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગળતેશ્વર તાલુકાના વિવિધ ગામોના સરપંચોએ ઉત્સાહભેર ઉપસ્થિત રહી બેઠકમાં ભાગ લીધો હતો.બેઠક દરમિયાન સરપંચોની એકતા, સંગઠનની મજબૂતી, ગ્રામ્ય વિસ્તારોના વિકાસના પ્રશ્નો, ગ્રામ પંચાયતોની કામગીરી તેમજ સરપંચોના હક અને અધિકારો જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરાઇ હતી.
