સી.બી.પટેલ આર્ટ્સ કોલેજના NSS યુનિટના ઉપક્રમે રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે 05/01/2026ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર પ્રથમ મતદાતા વિદ્યાર્થિનીનું તુલસીના છોડથી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટાઉન પોલીસ સ્ટેશનના PSI રાજેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય પ્રો. ડૉ. મહેન્દ્રકુમાર દવે પ્રાસંગિક પ્રવચનમાં વિદ્યાર્થીઓને મતદાન નાગરિકત્વની ફરજ અને દરેક વ્યક્તિએ લોકશાહીને જીવંત રાખવા મતદાન અવશ્ય કરવું જ જોઈએ. આવનારી ચૂંટણીઓમાં દેશના દરેક નાગરિક મતદાન કરે જ તે માટે વિદ્યાર્થીઓને વિશેષ સમજ આપીહતી. NSS પ્રોગ્રામ ઓફ્સિર ડો. પ્રકાશભાઈ વિછીયા, ડૉ. કલ્પનાબેન ત્રિવેદી અને કોલેજના દરેક અધ્યાપક મિત્રોએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: