તા. 25મી જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ સંદર્ભે નડિયાદ શહેર સ્થિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 16માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી દરમ્યાંન સમગ્ર વર્ષ દરમિયાન ચૂંટણીલક્ષી પ્રક્રિયામાં સહયોગ આપનારા જિલ્લાના મતદાતાઓ અને ચૂંટણી કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.


યુવા, સિનિયર સિટીઝન, ટ્રાન્સજેન્ડર, દિવ્યાંગ કેટગરી સહિત તમામ વયજૂથ અને સમુદાયના મતદારોનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું તથા સુપરવાઇઝર, બીએલઓ અને ઓપરેટર સહિતના કર્મયોગીઓને પ્રમાણપત્ર આપી કામગીરીને બિરદાવવામાં આવી હતી. નવા યુવા મતદારોને ચૂંટણી કાર્ડ આપી મતદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નાયબ ચૂંટણી અધિકારી કુસુમ પ્રજાપતિએ રાષ્ટ્રીય મતદાતા દિવસનું મહત્વ સમજાવ્યું હતુ. તથા જિલ્લા ચૂંટણી તંત્રના તમામ સ્ટાફ્ની કામગીરીને બિરદાવી હતી. વધુમાં, ચૂંટણી અને મતદારયાદી લગતી કોઈ પણ માહિતી માર્ગદર્શન માટે નિઃસંકોચ ચૂંટણી તંત્રનો સંપર્ક કરવા અપીલ કરી હતી.

આ તકે મતદારોએ પણ તેમનો પ્રતિભાવ આપી સન્માન બદલ જિલ્લા ચૂંટણી તંત્રનો આભાર માન્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ લોકતાંત્રિક પરંપરાઓની ગરિમા જાળવી પારદર્શી, ભયમુક્ત અને ન્યાયી પ્રક્રિયાથી મતદાન કરવા પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુસુમબેન પ્રજાપતિ, નડિયાદ સિટી મામલતદાર સંદીપ મિસ્ત્ર્રી, ચૂંટણી તંત્રનો સ્ટાફ્, તમામ વય જૂથ અને સમુદાયના મતદારો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: