ખેડા : માતર તાલુકાના સોખડા ગામની સીમમાં વાત્રક નદીના કિનારે ભાઠા વિસ્તારમાં મામાના ઘરે રહેવા આવેલા ભાણીયો રમતા રમતા વાત્રક નદીના પટ તરફ ગયો હતો. જેને લઈને વાત્રક નદીના પટમાં અને આજુબાજુના ખેતરોમાં શોધખોળ કરી હતી. જેમા ગુમ થયેલ મળી આવેલ ન હોઈ સ્થાનીક તાલુકાકક્ષાએ બનાવની જાણ કરી હતી.જેને લઈને માતર મામલતદાર, નાયબ મામલતદાર, માતર પોલીસ, એસડીઆરએફ અને નડિયાદ ફાયરબિગ્રેડની ટીમ સ્થળ પર દોડી જઈને વાત્રક નદીના પાણીમાં શોધખોળ હાથ ધરી છે. આ અંગે રાજનભાઈ મહેશભાઈ બારેયા રહે.વસોએ માતર પોલીસ મથકે જાણ થતા પાંચ વર્ષીય બાળક ગુમ થયા અંગે જાણવાજોગની નોધ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો