ખેડા (સં.ન્યૂ.સ) : જિલ્લામાં અને રાજયમાં જુલાઈના બીજા પખવાડીયામાં ઠેરઠેર ભારે વરસાદ વરસ્યો છે. જેને કારણે નીચચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ પાણી ઓસયા બાદ છેલ્લા બે દિવસથી જીલ્લામાં અને રાજયભરમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. જેને કારણે નદી, તળાવોમાં નવા પાણીની આવક થતી જોવા મળી રહી છે. શનીવાર બપોર પછી ખેાડ પંથકમાં વરસાદના વિરામને પગલે સામાન્ય વરસાદ જોવા મળેલ છે. ખેડા નગર પાસેથી વહેતી વાત્રક અને શેઢી નદીમાં છેલ્લા બે દિવસથી સતત નવા નીર નદીમાં વહેતા જોવા મળી રહયા છે જીલ્લા સહીત રાજયભરમાં છેલ્લા ત્રણેક દિવસથી પડેલ વરસાદને પગલે ખેડા પંથકની વાત્રક, શેઢી નદી સહિત અન્ય નદીઓમાં નવા નીર વહેતા જોવા મળી રહયા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો