ખેડા જિલ્લામાં માર્ગ અકસ્માતની વધુ એક કરુણ ઘટના સામે આવી છે. કપડવંજ-ડાકોર રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલા આઈસર ટ્રકે બાઈકને જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક સવાર યુવક અને યુવતીના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.
અકસ્માતમાં પંજાબના યુવક-યુવતીના મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક યુવક અને યુવતી પંજાબના વતની હોવાનું જાણવા મળ્યું છે. તેઓ કોઈ ધાર્મિક પ્રવાસ અથવા અંગત કામ અર્થે આ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કાળમુખા આઈસરે તેમને અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને બંનેએ સ્થળ પર જ દમ તોડ્યો હતો.













