વર્ષ 2015માં જે સંખ્યા માત્ર 500 હતી, તે વન વિભાગ અને સ્થાનિકોની સહભાગીદારીથી જૂન 2025 સુધીમાં વધીને 1,477 પર પહોંચી ગઈ છે. 120થી વધુ પક્ષી પ્રજાતિઓનું આશ્રયસ્થાન બનેલું આ સ્થળ હવે ઇકો-ટૂરિઝમના નવા કેન્દ્ર તરીકે ઊભરી આવ્યું છે, જે પર્યાવરણ જાળવણી અને સ્થાનિક રોજગારીનો ઉત્તમ સંગમ સાબિત થઈ રહ્યું છે.
વેટલેન્ડ આજે સારસ ક્રેન માટે સૌથી સુરક્ષિત આવાસ બની ગયું છે
ખેડા અને આણંદ જિલ્લાની સરહદે આવેલું પરિયેજ વેટલેન્ડ આજે સારસ ક્રેન માટે સૌથી સુરક્ષિત આવાસ બની ગયું છે. વન વિભાગ, શૈક્ષણિક સંસ્થાઓ અને સ્થાનિક ખેડૂતોના સંયુક્ત પ્રયાસોને પરિણામે અહીં પક્ષીઓની વસ્તીમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે. પક્ષીઓની આ વૈવિધ્યતાને કારણે હવે આ પ્રદેશ 'બર્ડ વોચિંગ' માટે પ્રવાસીઓની પહેલી પસંદ બની રહ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આ કુદરતી વારસાની સુંદરતા દેશભરમાં પ્રસરી રહી છે.













