ગળતેશ્વર તાલુકાના મીઠાના મુવાડા ગામે સીમ વિસ્તારમાં રહેતા 40થી 50 પરિવારો માટે જીવના જોખમે અવરજવરનું કારણ બનેલા લાકડાના બ્રિજ અંગે સંદેશમાં પ્રકાશિત થયેલા સમાચાર બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. અવરજવર માટે લોકો માટે વૃક્ષ ઉપર થઈને પસાર થઈ રહ્યા છે. ગળતેશ્વર તાલુકા વિસ્તરણ અધિકારી, ગ્રામ પંચાયતના એન્જિનિયર, તલાટી, સરપંચ તેમજ ગ્રામજનોની હાજરીમાં સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. અધિકારીઓએ લાકડાના બ્રિજની સ્થિતિનું નિરીક્ષણ કરી જરૂરી વિગતો મેળવી સ્થળ તપાસનો રિપોર્ટ તૈયાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ચોમાસામાં સ્કૂલના બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને સીમ વિસ્તારમાં રહેતા પરિવારોને પડી રહેલી મુશકેલીઓ અંગે પણ ગ્રામજનોએ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી. હવે ગ્રામજનોની નજર તંત્રના આગામી નિર્ણય પર મંડાયેલી છે. સ્થળ તપાસ બાદ રિપોર્ટના આધારે કાયમી પુલ અથવા અન્ય યોગ્ય વ્યવસ્થા માટે તંત્ર દ્વારા કેટલા ઝડપથી કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.
