શહેરના જાહેર સ્થળો અને વેપારી વિસ્તારોમાં પાલિકા દ્વારા હાથ ધરાયેલી અચાનક ચકાસણી દરમિયાન નિયમ ભંગ કરનાર કેટલાક વેપારીઓને ઝડપી લઈ કડક સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ દંડાત્મક કાર્યવાહી પણ અમલમાં મૂકાઈ છે. નગરપાલિકાના આરોગ્ય વિભાગ તથા સફાઈ શાખાની સંયુક્ત ટીમ દ્વારા શહેરના મુખ્ય બજાર, રસ્તાઓ અને જાહેર વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલીઓ, કપ, પ્લેટ સહિતની પ્રતિબંધિત સામગ્રીનો ઉપયોગ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પાલિકા તરફ્થી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે શહેરની સ્વચ્છતા અને નગરજનોનું આરોગ્ય કોઈ પણ સંજોગોમાં બલિ ચઢવા દેવામાં નહીં આવે. પર્યાવરણને ગંભીરનુકસાન પહોંચાડતા સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં નિયમોનો ભંગ કરનાર સામે આવનારા દિવસોમાં વધુ કડક પગલાં લેવાશે તેવી ચેતવણી આપવામાં આવી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: