ખેડા નગરમાં વોર્ડ નં.પાંચ માં રીવરફન્ટ પર વાવવાળા ફળીયામાં મુકતજીવન સ્વામી બાપા પ્રાગટય ધામ પાસેના સંરક્ષણ દિવાલ રવિવારે બપોરના સમયે તુટેલી નજરે પડતા સ્થાનીક નાગરીકો સહીત કાઉન્સીલરે બનાવ અંગે જવાબદારોને જાણ કરાઈ હતી.મંગળવારે સ્થાનીક નાગરીકોએ કાઉન્સીલરની આગેવાનીમાં મામલતદાર,ચીફ ઓફીસર અને પોલીસને અરજી આપીને સરકારી મિલકતને નુકશાન કર્યુ હોઈ જવાબદારો સામે તાત્કાલીક પગલા લેવાની ઉગ્ર માંગ સાથે મોટી સંખ્યામાં સ્થાનીકો ઉમટયા હતા.તાકીદે કોટની દિવાલ બનાવવામાં આવે તેવી લાગણી સાથે માંગણી વ્યકત કરી હતી.
ખેડા નગરના વોર્ડ નં.પમાં સમાવિષ્ટ વાવ વાળા ફળીયા,પટેલવાડાના નાગરીકો,મહીલાઓ સ્થાનીક કાઉન્સીલર શૈલેષભાઈ રાણાની આગેવાનીમાં સંરક્ષણ (કોટ)ની દિવાલ તોડવાને લઈને મામલતદાર કચેરીએ મામમલતદાર,નગર પાલિકા કચેરીએ ચીફ ઓફીસર અને ટાઉન પોલીસ મથકે પીએસઆઈને લેખીતમાં અરજીની આપી હતી.સરકારી મિલ્કતને નુકશાન કરીને તોડીને નુકશાન કરનાર ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ઉગ્ર માંગણી કરી હતી.સરંક્ષણ દિવાલ તોડનાર ઈસમોને કોઈ પણ રીતે પકડીને તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી મહીલાઓએ અધિકારીઓ સમક્ષ કરાઈ હતી. ખેડા મામલતદારે અરજી સ્વીકારી હતી.મહીલાઓ સહીત કાઉન્સીલરની રજુઆત સાંભળી હતી.આ અંગે યોગ્ય કરવા માટેની ખાતરી આપી હતી. ખેડા નગર પાલિકાના ઈન્ચાર્જ ચીફ ઓફ ઓફીસરે વોર્ડ નં.પમાં સંરક્ષણ દિેવાલ તોડવાને લઈને રજુઆતકર્તાઓની લેખીત અરજી સ્વીકારી હતી.ઉપરાંત સંરક્ષણ દિવાલ તોડનાર કોણ હોઈ શકે સહીતની માહીતી સાંભળી હતી.આ અંગે તેઓ તેમની કક્ષાએથી યોગ્ય અને સક્ષમ કાર્યવાહી કરશે તેવુ જણાવ્યુ હતુ. ખેડા ટાઉન પોલીસ મથકના પીએસઆઈએ પણ અરજી સ્વીકારીને સંરક્ષણ દિવાલ તોડનાર ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આ અંગે વોર્ડ નં.5ના ભાજપાના કાઉન્સીલર શૈલેષભાઈ રાણાએ જણાવ્યુ હતુ કે સ્થાનીક નાગરીકો સાથે તેઓ મંગળવારે ખેડા મામલતદાર,નગરપાલિકા અને ટાઉન પોલીસમાં વાવવાળા ફળીયામાં સંરક્ષણ દિવાલ તોડનાર ઈસમો સામે પગલા લેવાની માંગણી કરતી લેખીત અરજી સાથે રજુઆત કરાઈ છે.આગામી દિવસોમાં આ અંગે યોગ્ય પગલા લેવામાં નહી આવે તો તેઓ ઉચ્ચ કક્ષાએ રજુઆાત કરશે તેમ જણાવ્યુ હતુ.વઘુમાં મહીલાઓએ સંરક્ષણ દિવાલમાં જે જગ્યાએથી તોડી છે.તે જગ્યાએ તાકીદે દિવાલનુ બાંઘકામ કરીને બંધ કરી દેવામાં આવે તેવી ઉગ્ર માંગણી સાથે લાગણી અધિકારીઓ સમક્ષ વ્યકત કરાઈ હતી.










