ખેડા પોલીસની સર્વેલન્સ ટીમનો સ્ટાફ નગરના વિઠ્ઠલપુરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. જે દરમ્યાન ભરતભાઈ અજીતભાઈ અને રાહુલભાઈ મોહનભાઈને સયુકત બાતમી મળી હતી કે એક ઈસમ ચોરીની બકરી લઈને સીલવર રંગની નંબર વિનાની ઈનોવા કાર ખેડા કેમ્પમાંથી વિઠ્ઠલપુરા તરફ જનાર છે. જેને પગલે પોલીસે ખેડા કેમ્પથી વિઠ્ઠલપુરા તરફ જતાં રસ્તામાં વહેરા પાસે વોચમાં ઉભા હતા.જે દરમિયાન બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને ઉભી રાખી હતી. પોલીસ ઈનોવા ગાડીમાં ભરેલા બકરા અંગે પુછપરછ કરી હતી.પોલીસે ગાડી ચાલકનું નામ પુછપરછ કરતા તેનુ નામ ભલાભાઈ ઉફે ભલીયો ફુલાભાઈ જેહાભાઈ તળપદા રહે.ઉંદરા જુનો મહોલ્લો, તા.મહુધાનો હોવાનુ જણાવ્યુ હતુ. પોલીસે ગાડીમાં ભરેલી પાંચ બકરીઓ અંગે પુછપરછ કરી હતી.જેમાં સંતોષકારક જવાબ આપી શકયો ન હતો. પોલીસે ઈસમનુ નામ ઈ.ગુજકોપમાં સર્ચ કરતા તેના નામે અગાઉ અનેક વખત બકરા ચોરી, ઘરફોડ ચોરી, પ્રોહીબીશનના અલગ અલગ થઈને કુલ 38 જેટલા ગુનાઓમાં જે તે જિલ્લાની પોલીસના હાથે પકડાયેલ હોવાનુ જણાઈ આવ્યુ હતુ. જેને પગલે પોલીસ તેને ટાઉન પોલીસ મથકે લાવીને તેની ઝીણવટભરી વધુ પુછપરછ કરી હતી. જેમાં તેણે પાંચેક દિવસ અગાઉ શાંતિનગર સોસાયટી સામે પાળીયાદેવ મહાદેવ વિસ્તારમાંથી છાપરાના પાછળના ભાગે વાડામાંથી બકરાની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.જેને લઈને પોલીસે ઈનોવા ગાડી અંદાજિત કિંમત રૂ.1,50,000 તથા પાંચ બકરીઓ કિંમત રૂ.25,000ની થઈને કુલ રૂ. 1,75,000નો મુદામાલ જપ્ત કર્યો હતો. જયારે બકરીઓ તેના મુળ માલિકને પરત કરી હતી. જયારે ઝડપાયેલ ઈસમની અટકાયત કરીને વધુ પુછપરછ હાથ ધરી હતી.

Sabarkantha : પોશીના-દેલવાડા રોડ પર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા, ઉપરવાસના ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા









