X

ખ્રિસ્તીઓના નવ વર્ષ અને નાતાલને ગણતરીના દિવસો જ બાકી રહયા છે. ત્યારે ખેડા જિલ્લામાં ખ્રિસ્તી સમુદાય સહિતના નાગરિકોએ નાતાલની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

બજારમાં ક્રિસમસને લગતી અનેક વસ્તુઓનુ વેચાણ થતુ નજરે પડે છે. નડિયાદ શહેરમાં ક્રિસમસ ટ્રી સહીતની તમામ વસ્તુઓની હાલમાં બજારમાં ઠેર ઠેર વેચાણ થતી જોવા મળી રહી છે. ખ્રિસ્તીઓના નવા વર્ષ અગાઉ ક્રિસમસની ઉજવણીની તૈયારીઓ હાલમાં આખરી તબકકામાં પૂરજોશમાં ચાલી રહી છે. નડિયાદ શહેર સહિત જિલ્લાભરના બજારોમાં હાલમાં ક્રિસમસની અનેક વસ્તુઓનું મોટાપાયે વેચાણ શરૂ થઈ જવા પામ્યું છે. સાન્તા ક્લોઝથી લઈને ક્રિસમસ ટ્રી, સ્ટાર, જીજસની પ્રતિમાઓ સહીતની અનેક નવીન વેરાઈયટીઓની માંગ જોવા મળી રહી છે.ક્રિસમસ અને ત્યારબાદ નવા વર્ષને વધાવવા માટે અત્યારથી જ લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ક્રિસમસ અને નવા વર્ષને ગણત્રીના દિવસો બાકી છે. ત્યારે નડિયાદ સહિત જીલ્લાભરમાં લાઈટીંગ બજારમાં ક્રિસમસને અનેક વેરાઈયટીઓ વેચાતી જોવા મળે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: