નડિયાદ : ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખેડા જિલ્લાની ત્રણ દિવ્યાંગ રમતવીર યુવતીઓને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવી હતી. જેમાં ખેલાડી ગૌરીબેન પટેલને એકલવ્ય એવોર્ડ તેમજ વર્ષાબેન વી જોષીને સરદાર પટેલ એવોર્ડ અને અર્પિતા એમ. મેકવાનને જયદીપસિંહ એવોર્ડ એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માનિત ત્રણેય ખેલાડીઓને જિલ્લાના અગ્રણીઓ સહિત રમતવીરોએ અભિનંદન આપ્યા હતા. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો