ખેડા : ખેડા નગર પાલિકાના ખેડા કેમ્પથી ખુમરવાડ તરફ જવાના રસ્તા પર આવેલી ડીપમાં શનીવારે બપોર પછી પાણી જોવા મળયુ છે.ડીપમાં આવેલા ગરનાળા પર પાણી આવી જતાં સ્થાનીકોના ટોળા જોવા માટે ઉમટયા છે.જોકે ખુમરવાડ ડીપમાં વધુ પાણી આવી જતાં ડીપનો વપરાશ બંધ કરાતો હોય છે.ખેડા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ શનીવરે બપોરે ડીપમાં પાણી વધવાને લઈને સ્થળ મુલાકાત કરીને રસ્તો બંધ કરાવેલ છે.પોલીસે બેરીકેડ સાથે બંદોબસ્ત મુકીને રસ્તો બંધ કર્યો છે.રવીવારે પણ ડીપમાં પાણી યથાવત જોવા મળેલ હોવાનુ સ્થાનીકોએ જણાવેલ છે.
