ખેરાલુ પાલિકાના વોર્ડ નં. 1ની ખાલી પડેલી એક બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં 73.15 ટકા મતદાન નોંધાયું હતું. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયા બાદ તમામ EVM મશીનો સીલ કરાયા હતાં. મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. કોંગ્રેસના સભ્ય છગનભાઈ ચૌધરીના માર્ગ અકસ્માતમાં નિધન થતાં આ બેઠક ખાલી પડી હતી. પેટા ચૂંટણીમાં ભાજપના શુભમ પટેલ, કોંગ્રેસના નરેન્દ્ર કુમાર ચૌધરી અને 'આપ'ના કેતુલ દેસાઈ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાયો છે.2,58 4 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો વોર્ડ નં. 1માં કુલ 3,532 મતદારો નોંધાયેલા હતા, જેમાંથી 2,58 4 મતદારોએ મતદાન કર્યું હતું. તેમાં 1,794 પુરુષ મતદારોમાંથી 1,377 અને 1,738 મહિલા મતદારોમાંથી 1,207 મહિલાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ, કુલ 73.15 ટકા મતદાન નોંધાયું હતું. મતદાન પૂર્ણ થતાં ઉમેદવારોનું ભાવિ EVM માં સીલ થયું છે. આગામી 13 ઓક્ટોબરે ખેરાલુ તાલુકા સેવા સદન ખાતે મતગણતરી હાથ ધરાશે. ત્યારબાદ બેઠક પર કોનો વિજય થયો તે સ્પષ્ટ થશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો