ડોળાસા નજીકના અડવી, નાની ફફ્ણી ગામ વચ્ચે માત્ર કિ.મી.ના અંતરમા બે કિ.મી.મા બાવળોના ઝુંડ જામ્યા છે ઉપરાંત આ રોડ ઉપર જમ્યા છે અકસ્માત સર્જાવા નો સતત ભય રહે છે.

કોડીનાર તાલુકા ના અડવી નાની ફફ્ણી ગામ વચ્ચે માત્ર ત્રણ કી.મી.અંતર છે. જે રોડ ઉપર બૅ કી.મી.તો ગાંડા બાવળ ના કારણે રોડ પણ સંકડાય ગયો છે. અને આ રોડ ઉપર ત્રણ વળાંક આવે છે. જ્યાં સામે થી શું વાહન આવે છે તે દેખાતું જ નથી. પરિણામે વાહન ચાલકો ભય સાથે વાહનો ચલાવવા પડે છે.આ રોડ ઉપર રાની પશુઓ પણ જોવા મળે છે. અને બાવળ ના આ ઝુંડ મા સાવજ દીપડા છુપાઈ ને બેઠા હોય તો દેખાય તેમ નથી.આ ઉપરાંત આ રોડ ઉપર અનેક ખેડૂતો રહેણાંક, અને ઢોરવાડા ધરાવે છે. તેથી અહીંથી પગપાળા મુસાફરી કરતા બહેનોની સંખ્યા મોટી છે.અડવી નાની ફફ્ણી રોડ ઉપર કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલા તે પહેલા રોડ ઉપર થી બાવળો ના ઝાડ દુર કરવા બંને ગામો ના ખેડૂતોની માંગ છે.