કચ્છ જિલ્લામાં કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડતા સર્વત્ર ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, આ અચાનક આવેલા વરસાદને કારણે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

ભચાઉ પંથકના કડોલ, માય, અને લાખાવટ સહિતના આજુબાજુના ગામોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. બપોર બાદ અચાનક આકાશ વાદળોથી ઘેરાયું હતું અને જોતજોતામાં વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદને પગલે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.

ખેડૂતોની ચિંતા વધી

અત્યારે જ્યારે ખેડૂતોનો પાક તૈયાર છે અથવા લણણીની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે આ કમોસમી વરસાદ આફત બનીને વરસ્યો છે. કડોલ અને આસપાસના વિસ્તારોમાં વરસાદને કારણે ખેતરોમાં પડેલો પાક પલળી જવાની શક્યતાને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે થયેલા આ વરસાદે ધરતીપુત્રોની ઊંઘ હરામ કરી દીધી છે. આ વરસાદથી કચ્છની કેસર કેરીના પાકને પણ નુકસાન થઈ શકે છે.


આ પણ વાંચો - Gujaratમાં મે મહિનામાં પડશે આગ ઝરતી ગરમી, જુઓ VIDEO