કચ્છના વેપાર અને ઉદ્યોગ જગત માટે આજે એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ રાજેશ ભટ્ટનું આજે સવારે અમદાવાદ ખાતે હાર્ટ એટેક આવવાના કારણે દુઃખદ અવસાન થયું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ સમગ્ર કચ્છ સહિત રાજ્યના ઉદ્યોગ જગતમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.


ઉદ્યોગ જગતને મોટી ખોટ

રાજેશ ભટ્ટ લાંબા સમયથી કચ્છના નાના-મોટા ઉદ્યોગકારો અને વેપારીઓના અધિકારો માટે લડતા આવ્યા હતા. કચ્છના ઔદ્યોગિક વિકાસ અને સ્થાનિક વેપારના પ્રશ્નોને સરકાર સમક્ષ રજૂ કરવા માટે તેઓ હંમેશા અગ્રેસર અને સક્રિય રહેતા હતા. ઉદ્યોગ જગતના કોઈ પણ જટિલ પ્રશ્નોના નિકાલ માટે તેમની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ ગણાતી હતી. તેમના નિધનથી કચ્છ ઉદ્યોગજગતને મોટી ખોટ પડશે.

વેપારી સંગઠનો દ્વારા અપાઈ શ્રદ્ધાંજલિ

રાજેશ ભટ્ટની આ અચાનક વિદાયથી કચ્છના વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ ક્ષેત્રને ક્યારેય ન પુરાય તેવી મોટી ખોટ પડી છે. સોશિયલ મીડિયા અને વિવિધ વેપારી સંગઠનો દ્વારા ઉદ્યોગપતિ રાજેશ ભટ્ટના નિધન પર ગાંઢ સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે, અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.


આ પણ વાંચો - Kutchના માધાપરમાં કાળજું કંપાવતો અકસ્માત: ટ્રકની ટક્કરે 14 વર્ષીય કિશોરનું કમકમાટીભર્યું મોત



  • Follow us on: