કચ્છમાં સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને 'એક કા તીન' (નાણાં ત્રણ ગણા) કરી આપવાની લાલચ આપી છેતરપિંડી આચરતા એક શખ્સની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ધરપકડ કરી છે. આરોપી ફેક આઈડી બનાવી નોટોના બંડલ સાથેના વીડિયો પોસ્ટ કરીને લોકોને વિશ્વાસમાં લેવાનો પ્રયાસ કરતો હતો.
કચ્છમાં એક કા તીન કરવાની લાલચે છેતરપિંડી
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સલમાન સાજીદ કુરેશી (ઉં.વ. 22) નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો બનાવીને લોકોને લલચાવતો હતો કે તે ₹3 લાખના ₹10 લાખ (એક કા તીનથી પણ વધુ) કરી આપશે. આ લાલચ આપી તે નિર્દોષ લોકોને છેતરવાનો પ્રયાસ કરતો હતો. આરોપી સલમાન કુરેશી સોશિયલ મીડિયા પર નોટોના બંડલો સાથેના વીડિયો પોસ્ટ કરતો હતો. આ વીડિયો દ્વારા તે પોતે મોટા પાયે નાણાકીય વ્યવહાર કરતો હોવાનો ડોળ કરતો હતો, જેથી લોકો તેની વાતમાં આવી જાય.










