કચ્છના વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરમાં હાલ રવિ પાકના વાવેતરની મોસમ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ખેડૂતોને ખાતરની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે. જોકે, આ વિસ્તારમાં ખાતરની અછત સર્જાતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રવિ પાકના વાવેતરની મોસમ પૂરજોશમાં
ખાતર મેળવવા માટે ખેડૂતો વહેલી સવારથી જ સહકારી ખરીદ વેચાણ સંઘ અને ખેડૂત મંડળીઓ પાસે લાંબી કતારો લગાવીને ઊભા રહે છે. ખાતરની અનિયમિત વ્યવસ્થાને કારણે ખેડૂતોનો કિંમતી સમય બરબાદ થઈ રહ્યો છે અને સમયસર વાવણી કરવાનું મુશ્કેલ બન્યું છે.










