કચ્છના ભચાઉ પાસે વરસાણા નજીક મિની ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી, ટેમ્પાને ટ્રકે પાછળથી ટક્કર મારતા 2ના મોત 10થી વધુ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે અને પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ શરૂ કરી છે, આ સમગ્ર કેસમાં અકસ્માતનો ગુનો નોંધાયો છે, અને ઈજાગ્રસ્તોની હાલ સારવાર ચાલી રહી છે.

ભચાઉના વરસાણા પુલ નજીક અકસ્માત

મિની ટેમ્પો ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બે ના ઘટના સ્થળે મોત થયા છે, ભચાઉના નાની ચીરઈ વરસાણા ચોકડી પાસે સર્જાયો અકસ્માત અને મજૂર લઈને જતો હતો ટેમ્પાને ટ્રકે પાછળથી ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતા અને 10 થી વધુ લોકોને નાની મોટી ઇજા પહોંચી છે, ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, હાઇવે પેટ્રોલિંગ તેમજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી છે.

અકસ્માતમાં 2ના મોત

તો 2 લોકોને સારવાર મળે તે પહેલા જ તેમના મોત થયા છે, તો પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, સાથે સાથે પોલીસે અન્ય ઈજાગ્રસ્તોના પણ નિવેદન લીધા છે.