કચ્છના ભચાઉમાં અકસ્માત થયો છે, કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા 2ના મોત થયા છે, તો આ અકસ્માત એટલો ગંભીર હતો કે અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી અને ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે, ઘટનાની જાણ થતાની સાથે પોલીસની ટીમ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં આગ લાગી

કચ્છના ભચાઉમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે અને અકસ્માતમાં બાળક અને એક વ્યક્તિનું મોત થયું છે, અકસ્માત બાદ બન્ને વાહનોમાં લાગી હતી આગ અને ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે, તો આ ઘટનામાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે અને મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યા છે, પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે. અકસ્માત થતા રોડ પર ટ્રાફિકજામ થયો હતો અને પોલીસે ટ્રાફિકને દૂર કર્યો હતો.

ભચાઉમાં બે દિવસ અગાઉ અકસ્માતમાં 1નું મોત

ભચાઉમાં પણ બે દિવસ અગાઉ અકસ્માત થયો હતો જેમાં એક વ્યકિતનું મોત થયુ હતુ, કસ્ટમ ચાર રસ્તા પાસે આંબેડકર સર્કલ પાસે આ અકસ્માત સર્જાયો હતો જેમાં ડમ્પર ચાલકે એકટિવા ચાલકને અડફેટે લેતા તેનું મોત થયું હતુ, ઈજાગ્રસ્તને સારવાર મળે તે પહેલા તેનું મોત થયું હતુ. અને પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો.


આ પણ વાંચો : Surat News : સુરતના ઉધનામાં હત્યા કરનાર 3 આરોપી ઝડપાયા, પુત્રને મારવા આવતા પિતા વચ્ચે પડયા અને તેમની હત્યા થઈ હતી