કચ્છમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કચ્છના ભુજીયા ડુંગરની તળેટીમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ મળી આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો હતો.
યુવાનનો મૃતદેહ મળી આવ્યો
ઘટનાની મળતી વિગતો અનુસાર, કચ્છના ભુજીયા ડુંગરની તળેટીમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ નળવાળા સર્કલ તરફ જતી તળેટીમાંથી મળી આવ્યો હતો. આ યુવક તળેટી સામે આવેલી ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતો હતો. ઘટનાની જાણ થતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે.













