ઉલ્લેખનીય છે કે, કચ્છની મુલાકાત દરમ્યાન 10 મેગાવોટ પ્લાન્ટનો શિલાન્યાસ કરાયો હતો, જેમાંથી એક મેગાવોટ પ્લાન્ટ સ્થપાયો છે. ત્યારબાદ ખૂબ જ ટૂંકા ગાળામાં કંડલા પોર્ટે દેશના પ્રથમ મેક-ઇન-ઇન્ડિયા-આધારિત 1 મેગાવોટના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટને સફળતાપૂર્વક સ્થાપિત કરીને ભારતના બંદર ક્ષેત્રમાં એક નવા યુગની શરૂઆત કરી હતી. અગાઉ વડાપ્રધાને એક ટ્વિટમાં ડીપીએની આ પહેલની પણ પ્રશંસા કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે "આ એક પ્રશંસનીય પ્રયાસ છે, જે ટકાઉ વિકાસને મજબૂત બનાવે છે અને ભારતના નેટ ઝીરો વિઝનને આગળ ધપાવે છે." કાર્બન ઉત્સર્જન ઘટાડવાના ભારતના મિશનને ટેકો આપવામાં આ પ્લાન્ટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

દિનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલા અવિરત પ્રગતિ સાધી રહ્યું છે

ઉલ્લેખનીય છે કે, દેશમાં આ પહેલી વાર છે, જ્યારે ભારત સરકારના બંદર દ્વારા આવી ભવિષ્યલક્ષી પહેલ હાથ ધરવામાં આવી છે, જે દરિયાઇ ક્ષેત્રમાં પરિવર્તનના પાયા સમાન છે. આ આત્મનિર્ભર ભારતનું જીવંત ઉદાહરણ છે, જેમાં ગુજરાત ફરી એકવાર રાષ્ટ્રની વિકાસ યાત્રામાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. દીનદયાળ ઓથોરિટી કંડલાની આ ઉપાલબ્ધીએ માત્ર ગુજરાત માટે નહી પરંતુ સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. વડાપ્રધાનનરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ અને માર્ગદર્શનમાં તથા કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ, તથા કેન્દ્રીય રાજયમંત્રી શાંતનુ ઠાકુર તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અવિરત પ્રયાસોથી દિનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલા અવિરત પ્રગતિ સાધી રહ્યું છે.