કચ્છના સરહદી વિસ્તારમાં દારૂની ગેરકાયદેસર હેરાફેરીને ડામવા માટે ગાંધીધામની લોકલ ક્રાઇમ બ્રાન્ચને તાજેતરમાં મોટી સફળતા મળી છે. પૂર્વ કચ્છ પોલીસના એકાઉન્ટ મુજબ, રાપર પોલીસ સ્ટેશનની હદમાં ગેરકાયદેસર દારૂના જથ્થાની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે તવાઈ બોલાવવામાં આવી હતી.

મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

LCBની ટીમે આ ઓપરેશન દરમિયાન 181 દારૂની બોટલ જપ્ત કરી હતી. જેની કિંમત 113530 રૂપિયા છે. આ ઉપરાંત 48 નંગ 500 ML ટીનના બિયર કેન જપ્ત કરવામાં આવ્યા હતા. જેની કિમત 10560 રૂપિયા છે. આમ પોલીસ દ્વારા કુલ 124090 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

સરહદી વિસ્તારમાં સખ્તાઈ

આ કાર્યવાહી ગુજરાતમાં વર્ષ 1960થી લાગુ થયેલા કડક દારૂબંધી કાયદાના અમલની ગંભીરતા દર્શાવે છે. કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ સરહદીય હોવાથી, અહીંથી દારૂની દાણચોરી થવાની શક્યતા વધુ રહે છે, જેના કારણે નિયમિતપણે આવી રેડ કરવામાં આવે છે. રાજ્ય પોલીસના અહેવાલોમાં પણ આ વિસ્તારમાં નિયમિત રીતે દારૂબંધીના ભંગના કેસો નોંધાતા રહે છે.


આ પણ વાંચો - CBSEમાં મર્જ નહીં થાય સ્ટેટ બોર્ડ; સરકારે સંસદમાં આપી સ્પષ્ટતા, જાણો શું છે NEP 2020નો નિર્ણય