કચ્છના ચોપડવા નજીક આવેલી એક પ્લાયવુડની કંપનીમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની તીવ્રતા એટલી વધારે હતી કે જોતજોતામાં તેણે આખી કંપનીને લપેટમાં લઈ લીધી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કુલ ચાર ફાયર ફાઈટરની મદદથી સતત 10 કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી શકાયો હતો.
મશીનરી અને રો-મટીરિયલનો મોટો જથ્થો ખાખ
આગની આ ઘટનામાં કંપનીને વ્યાપક આર્થિક નુકસાન પહોંચ્યું છે. પ્લાયવુડ બનાવવાની મોંઘીદાટ મશીનરી, લાકડાના પ્લાયનો જથ્થો અને મોટા પ્રમાણમાં રો-મટીરિયલ (કાચો માલ) બળીને ખાખ થઈ ગયા છે. કંપનીમાં જ્વલનશીલ પદાર્થો હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી, જેના પરિણામે મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
