કચ્છ જિલ્લામાં ડૂબી જવાની વધુ એક ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની મળતી માહિતી અનુસાર, કચ્છ જિલ્લાના રાપરમાં તળાવમાં ડૂબી જવાને કારણે એક મહિલાનું મોત નીપજ્યું છે. રાપર શહેરમાં આવેલા કીડીયાનગર વિસ્તારમાં તળાવમાં ડૂબતા નીલાબેન કોલીનું મોત નીપજ્યું છે. રાપર ફાયર ટીમ દ્વારા મહિલાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે.
2 કલાકની જહેમત બાદ મૃતદેહને તળાવ બહાર કાઢાયો
રાપરના કીડીયાનગરમાં ડુબી જવાની ઘટનાની જાણ થતાની સાથે પોલીસ અને ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઉંડા તળાવમા ડૂબી જવાથી મહિલા નીલીબેન કેશાભાઈ કોલીનુ મોત થયુ હતું.ભચાઉ ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરી 2 કલાકની જહેમત બાદ મૃતદેહને તળાવ બહાર કાઢ્યો હતો.













