ભારતની દરિયાઈ સીમા પર સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવાના ભાગરૂપે કચ્છના દરિયાકાંઠે ‘સ્પેશિયલ સર્ચ ડ્રાઇવ’ યોજવામાં આવી હતી. ખાસ કરીને જખૌ સેક્ટરમાં મરીન ટાસ્ક ફોર્સ અને કમાન્ડો દ્વારા દરિયાઈ પટ્ટી પર સઘન ચેકિંગ હાથ ધરીને સુરક્ષા કવચ મજબૂત કરવામાં આવ્યું છે.
ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઓપરેશન
આ સ્પેશિયલ ડ્રાઇવ એડીજીપી અમિત વિશ્વકર્મા અને આઈજીપી એ.એમ. મુનિયાના સીધા માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. જખૌ સેક્ટરના ડીવાયએસપી આર.એમ. ચૌધરીના નેતૃત્વમાં મરીન કમાન્ડોની ટીમોએ જખૌ બંદરથી લઈને શિયાળ બારી સુધીના વિશાળ તટીય વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારત સોલ્ટ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓએ ચાંપતી નજર રાખી હતી.













