9 તથા 10 ફેબ્રુઆરી, 2026ના રોજ પશ્ચિમ સર્કલના રેલવે સેફટી કમિશનર (CRS) દ્વારા સંરક્ષા નિરીક્ષણ કરવામાં આવશે અને 10 ફેબ્રુઆરી, 2026ના રોજ 120 કિમી પ્રતિ કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ યોજાશે. સ્થાનિક નિવાસીઓને ખાસ અપીલ કરવામાં આવે છે કે તેઓ રેલવે ટ્રેકથી દૂર રહે અને રેલવે લાઇન પાર ન કરે.
પોર્ટ આધારિત માલસામાન ટ્રાફિકને સુગમ બનાવવાની દિશામાં એક મહત્વનું પગલું
અમદાવાદ મંડળ પોતાના રેલવે નેટવર્કને અધિક સક્ષમ, સુરક્ષિત અને ભવિષ્યની જરૂરીયાતો મુજબ વિકસિત કરવા માટે સતત પ્રયત્ન કરી રહ્યું છે. આ જ ક્રમમાં ગુજરાતના ગાંધીધામ-આદિપુર રેલવે સેક્શનને ચૌહરીકરણ કરવાનું તથા આદિપુર સ્ટેશન પર ‘વાય’ કનેક્શન આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ પરિયોજના કચ્છ વિસ્તારમાં વધતી રેલવે માંગને પૂરી કરવા અને પોર્ટ આધારિત માલસામાન ટ્રાફિકને સુગમ બનાવવાની દિશામાં એક મહત્વનું પગલું છે.
પરિયોજનાની મુખ્ય વિશેષતાઓ :
•ટ્રેક લિંકિંગ : 17 કિલોમીટર
•નાના પુલ : 8
•અર્થવર્ક (માટી કામ): 2.60 લાખ ઘન મીટર
•આદિપુર સ્ટેશન પર સિગ્નલ અને ટેલિકૉમ (S&T) તેમજ ઑપરેટિંગ કન્ટ્રોલ (OC) બિલ્ડીંગનું બાંધકામ
•ચોથી લાઈન સહિત સમગ્ર સેક્શનનું ઇલેક્ટ્રિફિકેશન
•આ સેક્શનની વચ્ચે આવનારા એકમાત્ર ગોપાલપુર રેલવે સ્ટેશનનું છાયાપુરી સ્ટેશનની ઢબે આધુનિક સ્ટેશન બિલ્ડીંગનું બાંધકામ
•ગાંધીધામ બી કેબિન ખાતે મુખ્ય યાર્ડ રીમોડેલિંગ કામ કરવામાં આવ્યું છે, જેમાં 16 નવા પોઇન્ટ્સ અને ક્રોસિંગ મૂકવામાં આવ્યા છે.
•આદિપુર સ્ટેશન પર પણ મુખ્ય યાર્ડ રીમોડેલિંગ કામ કરવામાં આવ્યું છે, જેમાં 21 નવા પોઇન્ટ્સ અને ક્રોસિંગ મૂકવામાં આવ્યા છે તેમજ 1 લૂપ લાઇન પણ સામેલ છે.
પરિયોજનાનું મહત્વ
ગાંધીદામ-આદિપુર બ્રૉડગેજ રેલવે સેક્શન એક મહત્વપૂર્ણ લોડિંગ સેક્શન છે. આ માર્ગથી કંડલા અને મુન્દ્રા પોર્ટ, ભુજ, વાયોર અને અન્ય વિસ્તારોની આયાત-નિકાસ દેશના વિવિધ ભાગો સુધી પહોંચે છે. વર્તમાનમાં આ સેકશન અત્યંત વ્યસ્ત (ઓવરસેચ્યુરેટેડ) છે જેનાથી સંચાલનનું દબાણ બની રહે છે. આ સંચાલન અડચણોને ઘટાડવા માટે બે વધારાની લાઈનોની જરૂરિયાત હતી. ભુજ, વાયોર અને હાજીપીર વિસ્તારોથી મીઠું અને સામાન્ય માલ પણ આ જ માર્ગથી દેશના વિવિધ ભાગોમાં મોકલવામાં આવે છે. મુન્દ્રા પોર્ટની વધતી ક્ષમતાને જોતાં ભવિષ્યમાં માલસામાન ટ્રાફિક વધી જવાની સંભાવના છે. એવામાં ગાંધીધામ-આદિપુર સેક્શન ચારગણું થવાથી ભીડ ઓછી થશે અને માલગાડીઓનું સંચાલન ઉત્તમ થશે.
આ પરિયોજના કચ્છ વિસ્તારના વિકાસને પણ ગતિ આપશે
•આ વિભાગ અમદાવાદ મંડળમાં સૌથી વધુ GMT (ગ્રોસ મિલિયન ટન) લોડિંગ ધરાવે છે. આ વિસ્તારમાંથી દર વર્ષે 70થી વધુ GMT લોડિંગ થાય છે. ચૌહરીકરણ (Quadrupling) થવાથી આ સેક્શનની લાઈન ક્ષમતામાં વૃદ્ધિ થશે, જેનાથી ટ્રેન સંચાલન વધુ સુગમ, સમયબદ્ધ અને સુરક્ષિત બનશે. લાઈન ક્ષમતા વધવાથી યાત્રી ટ્રેનોની સમયપાલનતા સુધરશે, પીક સમયમાં પણ સંચાલન સરળ થશે અને નવી ટ્રેનો અથવા વધારાના ફેરાની સંભાવના વધશે. યાત્રીઓને વધુ ભરોસાપાત્ર અને આરામદાયક યાત્રા મળશે.
•ગાંધીધામ-આદિપુર સેક્શન પશ્ચિમ રેલવેનો એક વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માર્ગ છે, જે પોર્ટ્સ, ઉદ્યોગો અને રાષ્ટ્રીય રેલવે નેટવર્કને જોડે છે. આ માર્ગ પર માલ અને યાત્રી બંન્ને ટ્રેનોની સંખ્યા વધી રહી છે. ત્રીજી અને ચોથી લાઈન બનવાનથી લાઈન ક્ષમતા વધશે અને ટ્રેનોનું સંચાલન વગર અવરોધે થઈ શકશે.
•નવનિર્મિત ગોપાલપુર નવા રેલવે સ્ટેશનથી અમદાવાદ તરફથી આવતી ટ્રેનોને ભુજ જવા માટે ગાંધીધામ જઈને એન્જિન રિવર્સલ કરવાની જરૂર રહેશે નહીં, જેના કારણે મુસાફર ટ્રેનોનો 20 મિનિટ સમય બચશે.
•આદિપુર સ્ટેશન પર ‘વાય’ કનેક્શનથી ટ્રેનોને દિશા બદલવાની જરૂર નહી પડે. આનાથી સમય અને ઇંધણની બચત થશે, સંચાલન સરળ થશે.
•આ પરિયોજનાથી કંડલા અને મુન્દ્રા જેવા પોર્ટથી જોડાયેલા કન્ટેનર, પેટ્રોલિયમ, ખાતર, ખાદ્યાન્ન અને અન્ય માલના પરિવહનામાં ઝડપ આવશે. માલગાડીઓનો ટર્નઅરાઉન્ડ સમય ઓછો થશે, વેગનોનો ઉત્તમ ઉપયોગ થશે અન લોજિસ્ટિક પડતર ઘટશે, જેનાથી ઉદ્યોગોને ફાયદો થશે અને આયાત-નિકાસને પ્રોત્સાહન મળશે.
•આ પરિયોજના કચ્છ વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસને મજબૂતી આપશે, વેપાર, પર્યટન અને રોજગારની તકો વધારશે તથા રોકાણ માટે સારૂં વાતાવરણ બનાવશે. માલ અને યાત્રી ટ્રેનોના ઉત્તમ વિભાજનથી સુરક્ષા વધશે અને ભીડ ઘટવાથી દુર્ઘટનાઓની સંભાવના ઘટશે.
ગાંધીધામ-આદિપુર ચૌહરીકરણ અને ‘વાય’ કનેક્શન પરિયોજના આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે રેલવે માળખાને મજબૂત બનાવશે અને કચ્છ વિસ્તારના સામાજિક-આર્થિક વિકાસમાં ફાળો આપશે.
આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાતમાં સરકારી વીજવિતરણમાં વર્ષે 14%નું મોટું નુકસાન, વાંચો Inside Story