કચ્છના પ્રવેશદ્વાર ગણાતા સામખિયાળી ખાતે ફરી એકવાર વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ઓવરબ્રિજની ચાલી રહેલી કામગીરીના કારણે કચ્છને જોડતા બંને નેશનલ હાઈવે પર ભયંકર ટ્રાફિકજામ સર્જાયો છે.


[[$googlead]]

નેશનલ હાઇવે પર વાહનોની લાંબી કતારો 

સામખિયાળી મુખ્ય જંકશન હોવાથી, અહીં સામખિયાળી-રાધનપુર અને સામખિયાળી-માળિયા બંને નેશનલ હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી છે. ટ્રાફિકજામની લંબાઈ 7 થી 10 કિલોમીટર સુધી પહોંચી ગઈ છે, જેના કારણે વાહનચાલકો અને મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

 7 થી 10 કિલોમીટર સુધીનો જામ

ટ્રાફિકજામ માટે મુખ્યત્વે બે પરિબળો જવાબદાર છે. ચાલી રહેલા બાંધકામના કારણે માર્ગ સંકુચિત થતાં ટ્રાફિકની ગતિ ધીમી પડી છે. કેટલાક વાહનચાલકો ટ્રાફિકથી બચવા માટે રોંગ સાઇડમાં વાહન હંકારીને આવે છે, જેના કારણે સ્થિતિ વધુ વણસી જાય છે અને જામ વધુ ઘેરો બને છે. સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે સામખિયાળી પોલીસની ટીમ ટ્રાફિક નિયમન માટે ઘટનાસ્થળે પહોંચી છે અને વાહનવ્યવહારને પુનઃ સામાન્ય બનાવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.

[[$alsoread]]


વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: