લખતર એપીએમસીની હરાજી બપોરના બે વાગ્યે શરૂ કરવામાં આવી હતી. પ્રથમ દિવસે જ કપાસના ભાવ 1800 થી 1900 વચ્ચે બોલાયા હતા. ભાવને લઈને ખેડૂતોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો, પરંતુ હરાજી શરૂ થતા ખેડૂતોએ રાહત અનુભવી હતી. લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના 100 થી વધારે ખેડૂતો કપાસની જર્સી લઈ લખતર એપીએમસી ખાતે પહોંચ્યા હતા. આ તકે ખેડૂતો દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવી હતી કે, ટેકાના ભાવે ખરીદી વહેલી તકે શરૂ કરવામાં આવે. ખેડૂતોને આશા છે કે ટેકાના ભાવે ખરીદી થશે તો તેમને સારા ભાવ મળશે અને મહેનતનું વળતર મળશે. આ પ્રસંગે એપીએમસી ચેરમેન કર્મદીપસિંહ ઝાલા, વાઇસ ચેરમેન કમલેશભાઈ હાડી, ડિરેક્ટર ખુશાલભાઈ પટેલ, ભુપેન્દ્રસિંહ રાણા, ગોવિંદભાઈ જાદવ સહિત વેપારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર હરાજીનું આયોજન એપીએમસી સેક્રેટરી અમિતભાઈ ડી. મોરી દ્વારા કરાયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો