સુરેન્દ્રનગર (બ્યુરો) : લખતરમાં જિલ્લા પંચાયતના પુર્વ ચેરમેનના પુત્રને માર મારવાનો બનાવ બન્યો હતો. જેમાં લખતર પોલીસ મથકે ક્રોસ ફરિયાદ નોંધાઈ છે. તા. 17-7ના રોજ નોંધાયેલી આ ફરિયાદમાં જયંતીભાઈ નાનજીભાઈ સોલંકીના જણાવાયા મુજબ તેમના પિતાની શેરીમાં થયેલ ગટરના કામ બાબતે ટીડીઓ અને મામલતદારમાં કરાયેલ રજુઆતનું મનદુઃખ રાખી નંદુબેન ગુણવંતભાઈ વાઘેલા, અલ્પાબેન ગુણવંતભાઈ વાઘેલા, મોન્ટુ ગુણવંતભાઈ વાઘેલા, તૃપ્તીબેન મોન્ટુભાઈ વાઘેલા અને બીપીન વાલજીભાઈ દુલેરાએ એક સંપ કરી જયંતીભાઈની કાર પર પથ્થરોના ઘા કરી કાચ ફોડી નાંખ્યા હતા. જયારે તેમના ઘર પર પથ્થરમારો કરી, ઢવાણીયા દાદાના મંદિર પાસે આવેલ તેમના ભાઈના કેબીને પાડી દઈ નુકશાન કર્યુ હતુ. આ બનાવની વધુ તપાસ એચસી વી.આર.રબારી ચલાવી રહ્યા છે.
