લખતર તાલુકાના કળમ ગામની સીમમાં આવેલી વડીલોપાર્જીત જમીનમાં તલાટીએ મળતીયાઓના નામ દાખલ કરી એમને કબ્જો લઇ લીધો હોવાથી પુરાવા તપાસે વધારાના નામ દૂર કરવાની તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરાઇ છે.

વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર લખતરના કળમ ગામની મીલ્કત આકરણી નંબર 115ની કબ્જા ભોગવટા વાળી જમીન મંગળસંગ અભેસંગના નામે હતી.જે જમીન કળમના જ લોકોએ તલાટી સાથે મીલીભગત કરી કોઇ ઠરાવ કે પુરાવા વગર મળતીયાઓના નામે કરી દીધા હોવાના આક્ષેપ કરી લખતર ટી.ડી.ઓ.ને લેખીત રજૂઆત કરી છે.આ જમીનના મુળ માલીકીની પુરાવાની તપાસ કરી ખોટા દાખલ કરાયેલા નામો કમી કરી મુળ માલીકના નામે જમીન નામ ચડાવી કબ્જો ખાલી કરાવવાની માંગ કરી છે.હવે આમ તલાટીએ રેકર્ડ સાથે ચેડા કર્યાના ગંભીર આક્ષેપો બાદ ટી.ડી.ઓ.ની તપાસમાં શું નીકળે છે અને કોની સામે શુ પગલા લઇ મુળ માલીકાના વારસદાર રાણા ગીરીરાજસીહ નાથુભાને કયારે ન્યાય મળે છે એની સામે સૌની નજર મંડાયેલી છે.