લખતર : ઢાંકી ગામના ગ્રામ પંચાયતના ઉપસરપંચ, સદસ્યો તેમજ ગ્રામજનો દ્વારા બુધવારે લખતરના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી અરવિંદભાઈ પારઘીને આવેદન પાઠવવામાં આવ્યું હતું. આવેદનમાં તા.4થી ઓગસ્ટે યોજાયેલ ગ્રામસભામાં તલાટી તેમજ સરપંચ દ્વારા ગ્રામ પંચાયતના ઉપસરપંચ અને સભ્યોને જાણ કર્યા વગર જ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેવા આક્ષેપ સાથે નારાજગી દર્શાવી હતી. તેમજ તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. જો તલાટી કમ મંત્રી અને સરપંચ ઉપર કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો