લખતર : લખતર વણા રોડ ઉપરની કેનાલના પૂલ ઉપરથી શુક્રવારે બપોરના સમયે એક મહિલાએ પાણીમાં છલાંગ લગાવી હતી. આ સમયે ખેતરમાંથી પરત જતા મજૂરોએ મહિલાને કેનાલમાં કુદતા જોતા તરત જ તેમણે છલાંગ લગાવી હતી. તેમજ મહિલાને પાણીમાં ડુબતા બચાવીને તાત્કાલિક 108 દ્વારા લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. એથી મહિલાનો જીવ બચી જવા પામ્યો હતો. ત્યારબાજ મહિલાને સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પૂજાબેન નિતીનભાઈ મોરી નામની મહિલાએ ઘરકંકાસમાં કેનાલમાં ઝંપલાવ્યું હોવાની વિગતો સામે આવી હતી.
