લખતરમાં વર્ષો જુનો સરઘળા ડેમ આવેલો છે તે ડેમમાંથી રાજાશાહી વખતની સિંચાઈ માટેની ફીડર કેનાલો બનાવવામાં આવેલી છે જેમાંથી ખેડૂતો તે પાણી લઈ સિંચાઈ કરીને પાક ઉગાડતા હોય છે ત્યારે શહેરના ખેડૂતો દ્વારા સરઘળા ડેમની ફીડર કેનાલની અંદર સાફ્ સફઈ કરવા તેમજ કેનાલ નું પાણી ખેતરોમાં ઘૂસી જવાથી પાક નુકસાનીનું વળતર ચૂકવવા માટે આવેદન પાઠવવામાં આવ્યું હતું જેમાં ખેડૂતો દ્વારા આવેદન ની માં દર વર્ષે ચોમાસા પહેલા પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત ફીડર કેનાલની યોગ્ય સાફ્ સફઈ કરવી અને પાણીનો સરળતા થી નિકાલ થાય તેવું કામગીરી કરવામાં આવે બીજું લખતર ખેડૂતો ફીડર કેનાલના પાણી ખેતરોમાં ઘૂસી જતા પાક નુકસાની માટે સર્વે કરી વળતર ચૂકવવા માંગ કરવામાં આવી હતી જેમાં જે ખેડૂતોને સરઘળા ડેમની ફીડર કેનાલમાંથી નીકળેલા પાણીની ખેતરોમાં ગુસ્સા તેનું સર્વે કરી તાત્કાલિક ધોરણે સહાય અને વળતર ચૂકવવામાટેની માંગ કરવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો