લખતર શહેર તેમજ ગ્રામ્યમાં તારીખ 31 જુલાઈ અને 1 ઓગસ્ટ ના રોજ વહેલી સવારે લખતરમાં ભારે વરસાદે વિનાશ સર્જયો હતો. લખતર શહેર અને ગ્રામ્યમાં વધુ વરસાદ અને ઉપરવાસનું વધુ પાણી આવી જતા લખતર તાલુકાના શહેર અને ગામડાઓમાં પાણી ઘુસ્યા હતા. લખતર તાલુકા શહેર અને ગ્રામ્યના ખેડૂતોના ખેતરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા જેમાં વધુ પાણી આવવાથી ખેડૂતોના ખેતરમાં 200 વીઘાથી વધુ વિસ્તારમાં વાવેલા પાકોને મોટું નુકસાન થવા પામ્યું હતું. ખેડૂતે વાવેલા કપાસ, એરંડા, જુવાર, તલ જેવા પાકોને ભારે નુકસાન પહોંચ્યું હતું. પાણી ભરાવાથી તમામ વાવેલા પાકોને નુકસાન થયું હતું. ખેડૂતો દ્વારા સરકાર પાસે તાત્કાલિક ધોરણે સર્વે કરી સહાય ચૂકવવા માટે માંગ કરી હતી.
