લખતર મેઇન બજારમાં બનતા મોટા કોમ્પલેક્ષની જમીનના માપના વિવાદને લઇને ડેપ્યુટી કલેકટરે મનાઇ હુકમ પાઠવ્યા બાદ લખતર ગ્રામ પંચાયત દ્વારા બાંધકામ બંધ કરી દેવા નોટીસ પાઠવતા ફફળાટ વ્યાપી ગયેલ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર લખતરમાં પ્લાન મુજબના બાંધકામ નહી થતા હોવા સહિતની અનેક ફરીયાદો ઉઠી રહી છે.ત્યારે લખતર મેઇન બજારમાં યશ સુનીલકુમાર શાહ દ્વારા ગાયત્રી કોમ્પલેક્ષ બનાવાઇ રહયુ છે.જે કોમ્પલેક્ષની જગ્યાની જમીનના માપનો વિવાદ ઉભો થતાની સાથે જ ડેપ્યુટી કલેકટર વઢવાણ એમ.જે.ભરવાડે બાંધકામ અટકાવવાનો વચગાળાનો મનાઇ હુકમ પાઠવ્યો હતો. આ આધારે લખતર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા યશ સુનીલકુમારને પંચાયત દ્વારા નોટીસ પાઠવી આ જગ્યા ઉપરનું થતુ બાંધકામ તાત્કાલીક ધોરણે બંધ કરી દેવા નોટીસ પાઠવાઇ છે. આમ બાંધકામ અટકાવી દેવાતા નીતિનિયમોને નેવે મુકીને બાંધકામ કરનારાઓમાં પણ ફફળાટ વ્યાપી ગયેલ છે.
