લખતર : લખતર APMCના ચેરમેન અને વાઇસ ચેરમેનનો પ્રથમ અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો હતો. આથી, આગામી અઢી વર્ષ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટે લખતર સર્કિટ હાઉસ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ પ્રક્રિયામાં અમદાવાદના પૂર્વ ધારાસભ્ય રાકેશભાઈ શાહ(એલિસબ્રિજ), આર.સી. પટેલ અને અમદાવાદના પૂર્વ મેયર બીજલબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સેન્સ પ્રક્રિયા દરમિયાન ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેના ઉમેદવારો દ્વારા દાવેદારી રજૂ કરવામાં આવી હતી. લખતર APMCની ચેરમેન અને વાઇસ ચેરમેન માટેની ચૂંટણી આગામી 19 જૂનના રોજ યોજાશે. ભાજપ કોને આ જવાબદારી સોંપશે તેના પર સૌની નજર છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: