લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામ ખેડૂતો દ્વારા લખતર મામલતદાર અને તાલુકા તાલુકા વિકાસ અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યો આવેદનમાં નાના અંકેવાળીયા ગામના ફ્રવાના જવાના માર્ગે અન્ય ખેડૂતો દ્વારા વરસાદી પાણી નિકાલ માટેનો માર્ગ બંધ કરી બંધ પાડવા નાખેલ હોય તેને લઈ તાલુકાના ગામના ખેડૂતો દ્વારા ભારે રોષ જોવા મળ્યો હતો અને આશરે 200 વીઘાથી વધુ જમીનમાં પાણી ભરાયા હતા અને જે જમીનમાં વાવેલ ખેડૂતો દ્વારા પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી હતી નાના અંકેવાળીયા ગામના ખેડૂતો દ્વારા સરવાર ના માર્ગ ઉપર નાખેલ બંધપાળા દૂર કરવા માટે લખતર મામલતદાર એસ બી ડામોર તેમજ ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી અરવિંદભાઈ પારગીને આવેદન પાઠવ્યું હતું અને તાત્કાલિક ધોરણે પાણી નિકાલ કરવા માટેની માંગ કરવામાં આવી હતી ત્યારેમામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા હેયે ધારણા આપવામાં આવી હતી કે તાત્કાલિક ધોરણે પાણી નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
