લીંબડી શહેરના હોસ્પિટલ રોડ પર રહેણાંક વિસ્તારમાં એક ખાનગી કંપનીના મોબાઇલ ટાવરમાં કોઈ અગમ્ય કારણસર અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાને પગલે સ્થાનિકો સ્થળ પર ટોળે વળ્યા હતા. મોબાઈલ ટાવરમાંથી અગનજ્વાળાઓ સાતે ધુમાડાના ગોટેગોટા નીકળતા વિસ્તારના લોકોમાં ફ્ફ્ડાટ ફેલાયો હતો. બનાવની જાણ થતાં પાલિકાના ફાયર બ્રિગેડની ટીમે ફાયર ફાઈટર સાથે દોડી આવીને કામગીરી હાથ ધરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો