સુરેન્દ્રનગર : મુળ રાજસ્થાનના 33 વર્ષીય ગેરૂલાલ ગોપીલાલ ગુર્જર હાલ લીંબડી પાણી પુરવઠા ઓફીસ પાસે રહે છે અને ભંગારનો ધંધો કરે છે. લીંબડી નેશનલ હાઈવે પર મિલન જીન સામે તેઓ ભંગાર મુકવાનું નવુ ગોડાઉન બનાવી રહ્યા છે. જેના કામ માટે 150 લોખંડની પ્લેટો મુકી હતી. ત્યારે તા. 15 જુનની સાંજથી તા. 16 જુનની સવાર સુધીના સમયમાં આ પ્લેટોમાંથી કોઈ 80 લોખંડની પ્લેટ કિંમત રૂપીયા 1.30 લાખની ચોરી કરી લઈ ગયા છે. આ અંગે ગેરૂલાલે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે એલસીબી ટીમના લક્ષ્મણસિંહ, ગોપાલસિંહ સહિતનાઓએ બાતમીને આધારે ધોળકાના સંજય સવજીભાઈ ઠાકોર, અબ્દુલકાદર ભીખુશા દીવાન અને સમીર હબીબભાઈ મન્સુરીને ચોરીનું લોખંડ અને 2 મોબાઈલ સહિત રૂપીયા 1.32 લાખની મત્તા સાથે ઝડપી લીધા છે. આ કેસમાં હજુ ર આરોપીઓ ધોળકાના મોઈન મહેબુબભાઈ શેખ અને મકસુદ ઉર્ફે લંગડી સુબામીયા દીવાનની પોલીસ શોધખોળ કરી રહી છે.
