લીંબડી હાઇવે પર કટારિયા ચેક પોસ્ટ પર ઈકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર એક વ્યક્તિનું ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર લીંબડીથી 7 કિમી દુર કટારિયા ટોલગેટ પાસે અકસ્માતનું પ્રમાણ વધતુ જાય છે. લીંબડીના કટારિયા નજીક ટોલગેટ પાસે ઇકો કારને ટ્રકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર એક મુસાફરને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર મળે એ પહેલાં જ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકનું નામ મુકેશભાઈ હતીલા હોવાનુ જાણવા મળ્યુ હતું. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: