લીંબડી શહેર માં માતમ ચોક માં ગંજીપત્તાનો જુગાર રમાતો હોવાની બાતમી મળતા સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાંચ ટીમે દરોડો પાડયો હતો અને જુગાર રમી રહેલા આકાશ કેશુ ચાવડા, હર્ષદિપ બકુલ સોલંકી,આશિફ્ નિઝામ ચૌહાણ તથા ભાવેશ જેઠા મકવાણા, રિયાઝ રફ્કિ શેખ, કિરણ હરેશ પરમાર ને ઝડપી પાડયા હતા અને જુગાર ના પટમાં થી રોકડ રકમ રૂ 29350 તથા મોબાઇલ ફોન નંગ 4 એમ કુલ મુદામાલ મળી રૂ 49350 નો મુદામાલ કબજે કરતા સ્થાનિક પોલીસ માં દોડધામ મચી જવા પામી હતી. સ્થાનિક પોલીસે પણ પોતાની આબરૂ બચાવવા પોતાના કહેવાતા એક ફોલ્ડર ને ઘરે દરોડો પાડી જુગાર ચાર જેટલા શખ્સો ને ઝડપી પાડયા હતા. લોકો માં જાણે સ્થાનિક પોલીસ પણ જાગે છે એવુ પુરવાર કરવા નાનો જુગાર નો દરોડો બતાવી જુગાર નુ કોરમ ગોઠવી દરોડા નુ તરકટ રચ્યા ની ચર્ચા એ ભારે ચકચાર મચાવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો